મહીસાગરના લુણાવાડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઢોલ વગાડીને સ્વાગત કર્યું
Live TV
-
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત કિસાન સન્માન નિધિ, આવાસ યોજના, પીએમજેવાય યોજના, ઉજ્જવલા યોજના, પોષણ યોજના, સ્વચ્છ ભારત મિશનના લાભાર્થીએ પોતાને મળેલા લાભની વાત કરી હતી.