Skip to main content
Settings Settings for Dark

ધોલેરા ભારતનું સૌપ્રથમ પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને ગ્રીનફિલ્ડ શહેર બન્યું

Live TV

X
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પ્રોજેક્ટનો પહેલો તબક્કો (22.54 ચોરસ કિમી) 95 ટકા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે. ધોલેરા દેશનું સૌથી મોટા લેન્ડ પાર્સલ સાથેનું ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. તે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ગ્રીન સિટી રેટિંગ પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ કેટલાક શહેરોમાંનું એક અને ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ શહેર છે.

    અમદાવાદથી આશરે 100 કિમી દક્ષિણે અને ગાંધીનગરથી 130 કિમી દૂર સ્થિત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) એક મુખ્ય ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ હબ બનવાની તૈયારીમાં છે. DSIR, તેના વર્લ્ડ ક્લાસ પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીચા પાવર ટેરિફ સાથે, બિન-પ્રદૂષિત ઉદ્યોગોનું હબ હશે. તેનો ઉદ્દેશ્ય શહેરી વિકાસના સંદર્ભમાં જીવનના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અને ટકાઉપણા સાથે આર્થિક અને સામાજિક રીતે સંતુલિત નવા-યુગનું શહેર બનાવવાનો છે. DSIR પ્રોજેક્ટનો પહેલો તબક્કો, એક્ટિવેશન એરિયા તરીકે ઓળખાય છે, જેમાં 22.54 ચોરસ કિમીનો સમાવેશ થાય છે. તેમાં ઉદ્યોગો, રહેણાંક જગ્યાઓ, મિશ્ર-ઉપયોગ, મનોરંજન, સામાજિક માળખાકીય સુવિધાઓ અને પ્રવાસન માટે ફાળવેલ વિસ્તારોનો સમાવેશ થાય છે. 1 એકરથી 330 એકર અને તેથી વધુ સુધીના સંલગ્ન લેન્ડ પાર્સલને આવરી લેતા ઉદ્યોગો માટે જમીનની ફાળવણી શરૂ થઈ ગઈ છે.

    ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી હવાઈમાર્ગ, રસ્તાઓ, રેલવે અને દરિયાઈ માર્ગોથી પણ જોડાણ ધરાવે છે. અમદાવાદ સુધીનો અત્યાધુનિક 4-લેન એક્સપ્રેસવે નિર્માણાધીન છે, જે 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. મેટ્રો રેલના બાંધકામ માર્ગ માટે જરૂરી અધિકાર પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પ્રાદેશિક માલસામાન કોરિડોર, જાહેર પરિવહન કોરિડોર, આંતરિક પરિવહન, બસ રેપિડ ટ્રાન્સપોર્ટ (BRT), અને માસ રેપિડ ટ્રાન્સપોર્ટ (MRT)નો સમાવેશ થાય છે. ભીમનાથ-ધોલેરા ફ્રેટ રેલ લાઇન માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંજૂર કરવામાં આવ્યો છે, જે DFC દ્વારા કાર્યક્ષમ મુવમેન્ટ (અવર-જવર) ને વધારશે અને દરિયાઈ બંદરોને જોડશે. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણાધીન છે અને ડિસેમ્બર 2025 સુધીમાં કાર્ગો અવરજવર માટે તૈયાર થઈ જશે. આ એરપોર્ટ વાર્ષિક 300,000 મુસાફરો અને 20,000 ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરશે.

    ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ડિફેન્સ, એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, હાઈ-ટેક ઇમર્જિંગ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી તેમજ હેવી એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ ધરાવે છે. DSIR, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC)નું મુખ્ય લાભાર્થી હશે, જેમાં 38% DFC ગુજરાત (565 કિમી)માંથી પસાર થાય છે. તે હાલમાં તેના વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને ટકાઉ વિકાસના મોડ્યુલર અભિગમ સાથે ભારતમાં રોકાણનું એક આદર્શ સ્થળ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply