Skip to main content
Settings Settings for Dark

ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત

Live TV

X
  • ધોલેરા-ભાવનગર હાઈવે પર આજે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં 4નાં મોત થયા છે. 

    ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અગાઉ 12મેના દિવસે પણ આ જગ્યાએ અકસ્માત થયાં હતા. જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 13 દિવસ બાદ આજે ફરીથી અકસ્માત થતાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

    અકસ્માતમાં ટક્કર એટલી ભયંકર હતી કે, બંને કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply