Skip to main content
Settings Settings for Dark

થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રી બની મિસ વર્લ્ડ 2025, ભારતની નંદિની ગુપ્તા ટોપ-૮માં સ્થાન ન મેળવી શકી 

Live TV

X
  • મિસ વર્લ્ડ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નંદિની ગુપ્તાનો જન્મ 13 સપ્ટેમ્બર 2003ના રોજ રાજસ્થાનના કોટા શહેરમાં થયો હતો. તેણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલ, કોટામાં પૂર્ણ કર્યું. હાલમાં તે મુંબઈની લાલા લાજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરી રહી છે.

    72મી મિસ વર્લ્ડનો ગ્રાન્ડ ફિનાલે શનિવારે તેલંગાણાના હૈદરાબાદ સ્થિત હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો. આમાં થાઇલેન્ડની ઓપલ સુચાતાને મિસ વર્લ્ડ તરીકે પસંદ કરવામાં આવી હતી. ભારતની નંદિની ગુપ્તા ફિનાલેના ટોપ-8માં સ્થાન મેળવી શકી ન હતી.

    ફિનાલેની શરૂઆત ટોપ-40 સ્પર્ધકોના સાંસ્કૃતિક રેમ્પ વોકથી થઈ હતી. ટોપ-40 સ્પર્ધકોએ ડિઝાઇનર અર્ચના કોચરના પરંપરાગત પોશાક પહેરીને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ભારતની નંદિની ગુપ્તા શો-સ્ટોપર હતી. આ પછી ટોપ-20 ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નંદિની પણ પહોંચવામાં સફળ રહી હતી. જોકે, તેણીને ટોપ-8 રેસમાંથી બહાર થવું પડ્યું હતું અને ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો હતો.

    થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, યુક્રેન, નામિબિયા, ઇથોપિયા, બ્રાઝિલ અને માર્ટિનિક મિસ વર્લ્ડ સ્પર્ધાના ટોપ-8માં પહોંચ્યા હતા. આ પછી, થાઇલેન્ડની ઓપલ સુચાતા, ઇથોપિયાની હાસેટ ડેરેઝ, માર્ટિનિકની ઓરેલી જો અને પોલેન્ડની માજા ક્લાઝદા ટોપ-4 માં સ્થાન મેળવ્યું. થાઇલેન્ડની ઓપલ સુચાતા 72મી મિસ વર્લ્ડનો ગ્રાન્ડ ફિનાલે જીતી અને મિસ વર્લ્ડ તરીકે ચૂંટાઈ આવી. ઇથોપિયાની હાસેટ ડેરેઝ ફર્સ્ટ રનર અપ હતી.

    ઉલ્લેખનીય છે કે 72 વર્ષના ઇતિહાસમાં ભારતે મિસ વર્લ્ડનો સૌથી વધુ ખિતાબ જીત્યો છે. રીટા ફારિયા મિસ વર્લ્ડ જીતનાર પ્રથમ ભારતીય હતી. તેમના પછી ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, ડાયના હેડન અને માનુષી છિલ્લર પણ મિસ વર્લ્ડ રહી ચૂકી છે.

    મિસ વર્લ્ડ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નંદિની ગુપ્તાનો જન્મ 13 સપ્ટેમ્બર 2003ના રોજ રાજસ્થાનના કોટા શહેરમાં થયો હતો. તેણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલ, કોટામાં પૂર્ણ કર્યું. હાલમાં તે મુંબઈની લાલા લાજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. તેણીએ પહેલી વાર વર્ષ 2023માં ફેમિના મિસ રાજસ્થાનનો ખિતાબ જીત્યો હતો. તે જ વર્ષે તેણીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પણ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply