Skip to main content
Settings Settings for Dark

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં 1,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે જેબિલ કંપની EMS યુનિટ શરૂ કરશે

Live TV

X
  • રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ  સાથે એક મહત્વપૂર્ણ MOU કર્યો છે. આ સમજૂતી અનુસાર જેબિલ કંપની ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSIRમાં 1,000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ યુનિટ શરૂ કરશે. આ નવા યુનિટ સાથે જેબિલ  અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ  આગામી 2027 સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે 5 હજારથી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા AI મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અનેક મોટી પહેલો સાથે AI, IOT અને 5G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે. 

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ  આગામી ૨૦૨૭ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે ૫૦૦૦થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે. રાજ્યમાં GSEM નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે. આ MOU ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. 

    વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે. સમગ્ર ઉદ્યોગોમાં 50 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં 100 થી વધુ સાઇટ્સના વિશાળ નેટવર્ક સાથે, સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વિક પહોંચને પણ જોડે છે. ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે.  ભારતમાં જેબિલનું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply