સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો આજથી શરૂ: સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સખત
Live TV
-
સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગુરૂવારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ થશે, જેમાં આસપાસના ગામો અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ભાગ લેશે. મેળા દરમિયાન સુરક્ષા માટે 70 પોલીસ પોઈન્ટ અને 500થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 1 DySP, 5 PI, 18 PSI, 250 પોલીસકર્મી, 120 હોમગાર્ડ અને 150 G.R.D.નો સમાવેશ થાય છે.
મેળા દરમિયાન ટ્રાફિક અવ્યવસ્થાને ટાળવા માટે 9 માર્ગો પર નાના-મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ફક્ત સરકારી વાહનો અને અધિકૃત પાસ ધરાવતા વાહનોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. મેળામાં અશોક સિનેમા અને કહોડા ત્રણ રસ્તાથી સરસ્વતી નદીના પટમાં ફોર વ્હીલર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને પ્રવેશની મંજૂરી નહીં મળે.