ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 1250થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય માનવ સાંકળ રચવામાં આવી
Live TV
-
ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 1250થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભવ્ય માનવ સાંકળ રચી હતી.
વિવિધ થીમ આધારિત માનવ રચિત રંગોળી અને આકૃતિઓ દ્વારા પર્યાવરણ જતન, પૃથ્વી રક્ષણ અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં શિસ્તબદ્ધ રીતે રચાયેલી આ વિશાળ માનવ સાંકળ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
