મોરબી કલેક્ટરએ અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કરાયું કામગીરીનું નિરીક્ષણ
Live TV
-
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલી અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેમણે શાખાની કામગીરી, પેન્ડિંગ કેસો તથા વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, અધિકારી-કર્મચારીઓને કામગીરીમાં સમયબદ્ધતા અને ચોકસાઈ જાળવવા તેમજ અરજદારો અને પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
