સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-રાજપીપલા ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
Live TV
-
રાજપીપળાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો હતો.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 700થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીના ખેલાડીઓએ વિવિધ એથ્લેટિક્સ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના સિન્થેટિક ટ્રેક પર યોજાયેલી સ્પર્ધા ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આધુનિક સુવિધાથી નર્મદા જિલ્લાના યુવા ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ અને સ્પર્ધાત્મક અનુભવ મેળવવાની તક મળી રહી છે.
