નડિયાદના કાર્યકરોમાં આનંદ, રાજયકક્ષાના મંત્રી બન્યા સાંસદ દેવુસિંહ ચૌહાણ
Live TV
-
નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર ખેડા જિલ્લા બીજેપી પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના જાનવીબેન, ખેડા જિલ્લા બીજેપીના હોદ્દેદારો વિપુલભાઈ પટેલ, રાજન ભાઈ દેસાઈ, મહિલા મોરચાના સભ્ય તેમજ બીજેપીના કાર્યકરોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી મીઠાઈ ખવડાવવી, આનંદ વ્યક્ત કરી ઉજવણી કરી
ખેડાના યુવા, સક્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ રાજ્યકક્ષાના મંત્રી પદમાં સામેલ કરતા તેઓએ પદ ગ્રહણ કર્યા હતા. જેથી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર ખેડા જિલ્લા બીજેપી પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના જાનવીબેન, ખેડા જિલ્લા બીજેપીના હોદ્દેદારો વિપુલભાઈ પટેલ, રાજન ભાઈ દેસાઈ, મહિલા મોરચાના સભ્ય તેમજ બીજેપીના કાર્યકરોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી મીઠાઈ ખવડાવવી, આનંદ વ્યક્ત કરી ઉજવણી કરી હતી. દેવુસિંહ ચૌહાણને કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવતા ગુજરાતમાંથી સાત જેટલા મંત્રીઓ કેન્દ્રમાં છે. અને દેવુસિંહ જી ચૌહાણ મંત્રી બનાવતા ખેડા જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓ વધુ આવશે. જેને કારણે ખેડા જીલ્લાનો વધુ વિકાસ થશે.
