આ વર્ષે યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે
Live TV
-
યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે. હાલ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 28 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે પણ મોકૂફ રાખવામાં આવી છે. દર વર્ષની જેમ અંબાજીમાં રાધાકૃષ્ણ મંદિર થી નીકળતી રથયાત્રા આ વખતે નગરયાત્રા નહીં કરી શકે તેના આ વખતે બદલે રથયાત્રાના આયોજક ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીના રથને માનસરોવર પાસે ભગવાન રાધા કૃષ્ણના મંદિર આગળ મુકવામાં આવશે જ્યાં આરતી પૂજા કરવામાં આવશે અને દર્શનાર્થીઓએ દૂરથી જ દર્શન કરવાના રહેશે. આ પ્રસંગે ફણગાવેલા મગ અને જાંબુ તથા કાકડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે. લોકોની આરોગ્યની સુખાકારી સાથે કોરોનાનુ સંક્રમણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આયોજકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
