ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની 144મી રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી
Live TV
-
રથયાત્રાના રૂટ પર સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે તથા પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ મુકવામાં આવશે: પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદમાં આ વર્ષે 144મી રથયાત્રાનું યોજાશે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની 144મી રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને રથયાત્રાની મંજૂરીની જાહેરાત કરી હતી. ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના રૂટ પર સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે તથા પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો રથયાત્રા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, દરવખતની પરંપરાગત રથયાત્રા કરતા ચાલુ વર્ષે રથયાત્રા અલગ રહેશે. જેમાં ભજન મંડળીઓ, ગજરાજ અને ટ્રકોને મંજૂરી આપવામાં આવેલી નથી. રથયાત્રા દરમિયાન માત્ર 5 વાહનોને જ મંજૂરી આપવામાં આવેલ છે. તો રથયાત્રાના દિવસે મંગળા આરતી દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહ પરિવાર ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પહિંદવિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
