નડિયાદ : સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
Live TV
-
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત અંદાજિત 2000 જેટલા લોકોએ જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા.
યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ 45 મિનટ સુધી તાડાસન, અર્ધચક્રાસન સહિત વિવિધ આસનો, પ્રાણાયમ અને ધ્યાન કરી નિરામય જીવનની દિશામાં આગળ વધવા કટિબદ્ધ થયા હતા. સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ પ્રસંગે ખેડા જિલ્લા સાસંદ દેવુસિંહ ચૌહાણે 10માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભેચ્છાઓ આપી હતી.
યોગ પરંપરા ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે. નિરંતર યોગાભ્યાસ દ્વારા તન, મનની તંદુરસ્તી સાથે સમાજ-ઉત્કર્ષની દિશામાં આગળ વધવા શ્રી દેવુસિંહે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. નોંધનીય છે કે આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં જિલ્લામાં તમામ તાલુકાઓ અને નગરપાલિકામાં પણ સમાંતરે યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમ યોજાયા હતા.
