મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’ માં સહભાગી થયા
Live TV
-
રાજયકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ (Bop) ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ‘સીમા પ્રહરી સંમેલન’ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે. દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ BSFના આ જવાનો કરે છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે. BSFના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા માં નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નડેશ્વરી માં ના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા.
