Skip to main content
Settings Settings for Dark

નમો ભારત રેપિડ રેલવેને લીલીઝંડી, ભૂજ અમદાવાદ વચ્ચે દોડશે વંદે મેટ્રો

Live TV

X
  • ભારતની પ્રથમ વંદે મેટ્રો એટલે કે નમો ભારત રેપિડ રેલને સોમવારે ગુજરાતના અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ ટ્રેન ભુજથી અમદાવાદનું 359 કિલોમીટરનું અંતર પાંચ કલાક 45 મિનિટમાં કાપશે.

    ભારતને દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મળી છે જેનું નામ બદલીને હવે ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. નમો ભારત રેપિડ રેલની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાક છે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચે છે.

    ભારત રેપિડ રેલની શું છે ખાસિયત 
     ટ્રેનની સીટો અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. 
    ટ્રેન કવચ જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે. 
    ટ્રેનમાં મુસાફરો માટે ભોજન સેવા પણ ઉપલબ્ધ છે. 

    અકસ્માતોને રોકવા માટે ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. નમો ભારત રેપિડ રેલ 150 કિમીની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ ત્રણથી ચાર કલાકમાં આરામદાયક મુસાફરી પૂરી પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply