Skip to main content
Settings Settings for Dark

સુરત ઇકોનોમિક રિજિયન G-Hub ના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું

Live TV

X
  • સુરત ઇકોનોમિક રિજિયન G-Hub ના માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,, તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું.

    નીતિ આયોગે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે દેશના ચાર શહેરોની પસંદગી કરી છે, જેમાં સુરત ઉપરાંત મુંબઈ, વારાણસી અને વાઈઝાગનો સમાવેશ થાય છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના કારણે આવનાર વર્ષોમાં અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગો દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે,,,, જેથી રોજગારીની તકો વધશે અને જીડીપી ગ્રોથમાં દક્ષિણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે...  સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે...આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતને ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું..જ્યારે જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે PM આવાસ યોજના અંતર્ગત સુરતને દેશમાં અગ્રેસર ગણાવ્યું...

    નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો લક્ષ્યાંક સિદ્ધ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગ્રોથ હબ પ્રોગ્રામ એ પ્રધાનમંત્રીના વિકસિત ભારત@2047ના વિઝન અંતર્ગત વર્ષ 2047 સુધીમાં ભારતને 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરશે. 

    રાજ્યના જીડીપીમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના 36 ટકા ફાળા સામે જીડીપીમાં સુરતના મેન્યુફેકચરીંગ સેકટરનો ફાળો 55 ટકા છે, આ સિદ્ધિના પાયામાં ટેક્સટાઇલ, જેમ્સ જવેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઈઝ જેવા પરંપરાગત ઉદ્યોગો રહેલા છે એમ ગૌરવપૂર્વક તેમણે જણાવ્યું હતું. આર્થિક વિકાસની આ યોજના સુરત અને આસપાસના અન્ય પાંચ જિલ્લાઓના વિકાસનો રોડમેપ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આવનારા 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. રાજ્યના વિકાસ વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ) પણ કાર્યરત કરી છે. 

    ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિશે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ. વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, સુરત અને આસપાસના પાંચ જિલ્લાઓમાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે. સુરત આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત છે. સુરત પાસે રોડ-રેલવે કનેક્ટિવિટી, એરપોર્ટ અને દરિયો એમ તમામ સ્તરે વિકાસની શક્યતાઓ રહેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply