નરોડા પાટીયા કેસ : માયા કોડનાની નિર્દોષ
Live TV
-
નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો .
અમદાવાદ: નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો . ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો હતો. તેને મૃત્યુ સુધી જીવનપર્યંત જેલમાં રહેશે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
Public prosecutor in the #NarodaPatiyaCase speaks on today's verdict by the Gujarat HC pic.twitter.com/URkZmGuiML
— Doordarshan News (@DDNewsLive) April 20, 2018
દોષિત
હરેશ છારા
વિક્ર્મ છારા
સુરલી સિંધી
સુરેશ લગંડો
પ્રેમચંદ તિવારી
પ્રકાશ રાઠોડ
મુરલી સિંધી
નવાબ ઉર્ફ કાળુ
કિશન કોરાણીનિર્દોષ
મનુ મોરડા
વિક્રમ છારા
બાબુ વણઝારા
મુકેશ ઉર્ફ વકીલ
શશીકાંત મરાઠીનરોડા પાટીયા કેસમાં પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને 28 વર્ષ તેમજ બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ થયો હતો. આ સાથે અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો હતો.
