સુરતમાં મહિલાઓ માટે પિન્ક ઓટો પ્રોજેકટ શરૂ કરાયો
Live TV
-
મહિલાઓને સુરત મહાનગર પાલિકા દ્વારા વીસ દિવસ સુધી રીક્ષા ચલાવવાની સઘન તાલીમ અને કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવશે.
મહિલાઓને ખરા અર્થમાં સ્વયંસિધ્ધા બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રયાસ આખરે સફળ થયો છે. ઓછું ભણેલી પરંતુ સ્વાભિમાનથી જીવી શકે તે હેતુથી સુરત મહાનગર પાલિકા દ્વારા પિન્ક આટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. મહિલાઓ દ્વારા સંચાલિત આ પિન્ક ઓટો રીક્ષા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શરૂ કરાઈ છે. અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા સુરત મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે પિન્ક ઓટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. માત્ર આઠમું ધોરણ પાસ થયેલી મહિલાઓને સુરત મહાનગર પાલિકા દ્વારા વીસ દિવસ સુધી રીક્ષા ચલાવવાની સઘન તાલીમ આપવામાં આવે છે. સાથે જ કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે. તમામ તાલીમ નિશુલ્ક આપવામાં આવે છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને લાયસન્સની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મહિલાઓને એક લાખ, 80 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. મહિલાઓ સ્વ રોજગારી મેળવી શકે તે હેતુથી પિન્ક પ્રોજેક્ટ શરૂ થયો છે. જે મહદઅંશે સફળ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી બતાવી આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
