નવસારીમાં ચોરી કરનાર ઇરાદાવાળી ત્રણ મહિલા ઝડપાઇ
Live TV
-
મુળ મહારાષ્ટ્રની ચોરી કરવાની ઇરાદે ઘુસી હતી, જવેલર્સમાં.
નવસારીના મોટાબજાર વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક આવેલી અંજલિ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસી આવેલી ત્રણ બુરખાધારી મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. જેમને પોલીસને હવાલે કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય મહિલાઓ મૂળે મહારાષ્ટ્રની છે. મહિલાઓની આ ગેંગે અનેક ચોરીઓ કરી હોવાની આશંકા સાથે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
