નરોલીમાં એન.એચ.આર.સી.એલ.દ્વારા પર્યાવરણની જાણકારી અપાઇ |
Live TV
-
હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ દરમીયાન રાખવી પડતી સાવધાની અંગે પણ માહિતી અપાઇ.
દાદરા નગર હવેલીના અથાલ અને ખરડપાડા ગામમાંથી પસાર થનાર હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટના સંદર્ભે નરોલી કોમ્યુનીટી હોલ ખાતે એન.એચ.આર.સી.એલ.દ્વારા પર્યાવરણને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આર.ડી.સી. શ્રીમતી સૌમ્યાની અધ્યક્ષતામા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. એન.એચ.આર.સી.એલ.ની ટીમ દ્વારા ગામના લોકોને પર્યાવરણ સબંધે જાણકારી આપવા આવી હતી. તેમજ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ દરમ્યાન કયા પ્રકારની સાવધાની રાખવામા આવશેએ સંદર્ભે જાણકારી આપવામા આવી હતી. આ પ્રોજેક્ટ પાંચ વર્ષ દરમ્યાન પૂર્ણ કરાશે.
નરોલી ગામે એન.એચ.આર.સી.એલ.ના જાહેર કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત દરમ્યાન પ્રોટોકોલના ભંગ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા નારાજ થઇ કાર્યક્રમ છોડી ચાલી ગયા હતા. જેઓને મનાવવા માટે અધિકારીઓ અને પ્રતિનિધિઓએ પ્રયાસ કર્યો હતો પણ નારાજ થયેલ જી.પ.પ્રમુખ કાર્યક્રમ છોડી ચાલી ગયા હતા. આ અવસરે આર.ડી.સી. ,જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા, સીઈઓ એચ.એમ.ચાવડા, ડીસીએફ દિનેશ કન્નન, જી.પ. સભ્ય જીગ્ના પટેલ, નરોલી સરપંચ પ્રીતિબેન દોડીયા, એન.એચ.આર.સી.એલ.ની ટીમ.પરિયોજના પ્રબંધક યાંત્રિક મુંબઈ અનીલકુમાર ગુપ્તા સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.
