મોડાસામાં કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા માટે સંમેલન યોજાયું
Live TV
-
પરેશ ધાનાણી, અમિત ચાવડાની સાથે કાર્યકરો પણ રહ્યા ઉપસ્થિત.
રાજ્યભરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંમેલન યોજાયું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરોને જનતાના સીધા સંપર્કમાં રહેવા માટે હાકલ કરી હતી. મોડાસા નગરપાલિકા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
