Skip to main content
Settings Settings for Dark

1500 સુપર એકસપ્રેસ અને 325 સેમી લકઝરી બસો એસ.ટી.નિગમમાં ઉમેરાશે

Live TV

X
  • વાર્ષિક રૂ. 20 કરોડ જેટલી બચત એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવશે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારતભરમાં પહેલ રૂપે નિર્માણ થયેલ 25 ઇન-હાઉસ સ્લીપર કોચ બસનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1માં લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે, કે ગુજરાત એસ.ટી. નિગમ 7 હજાર 117 બસ મારફતે દરરોજ 24 લાખ મુસાફરોને સેવા પૂરી પાડે છે. ગુજરાત એસ.ટી. નિગમ પાસે એશિયાનું સૌથી મોટું વર્કશોપ છે. જેમાં નિગમ દ્વારા આ વર્ષે 1500 સુપર એકસપ્રેસ અને 325 સેમી લકઝરી બસની ચેસીસ ખરીદી, ઇન-હાઉસ બસ બોડી બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. આથી વાર્ષિક રૂ. 20 કરોડ જેટલી બચત વિભાગ દ્વારા કરવામાં આવશે. આ લોકાપર્ણ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply