ઉચ્ચ અધિકારીઓને પોતાનું દાયિત્વ યોગ્ય રીતે નિભાવવા CMનું આહ્વાહન
Live TV
-
જિલ્લા કક્ષાના અધિકારીઓએ ઓછામાં ઓછા બે દિવસ સાઇટ વિઝિટ કરવી ફરજીયાત : સીએમ રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને લોક કલ્યાણના કામોમાં પ્રજાભિમુખ થવા અને ઉચ્ચ અધિકારીઓને તેમનું સેવા દાયિત્વ યોગ્ય રીતે નિભાવવા આહ્વાન કર્યું છે. સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે તાકીદ કરી કે ઉચ્ચ અધિકારીઓ તેમના સત્તામાં આવતા જિલ્લાની ઓછામાં ઓછા બે દિવસ સાઈટ વિઝિટ કરી વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર રહે. આ સાથે ગુજરાત કેડરના અધિકારીઓ સરકારની કાર્યક્ષમતા અને ગુડ ગવર્નન્સની છબિને સતત આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું, કે બોનાફાઇડ ઇન્ટેન્શનથી થયેલી ભૂલ કે ક્ષતિ માટે સરકાર અધિકારીઓની પડખે છે પણ મેલાફાઇડ ઇન્ટેન્શનને સાંખી નહીં લેવાય. આવનારા દિવસોમાં સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવશે તેવું, તેમણે સ્પષ્ટ કર્યુ છે. આ ઉપરાંત ATM માંથી કેશ ન નીકળવાના મુદ્દે તેમણે પ્રજાને હૈયાધારણ આપી હતી.
