નર્મદાની જળસપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો, બંધમાં 6,444 ક્યુસેક પાણીની આવક
Live TV
-
નર્મદાની સતત ઘટતી સપાટીથી ચિંતિંત જનતા માટે સારા સમાચાર છે. ઉપરવાસમાંથી 6,444 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય છે.સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય છે.