નીતિ આયોગના વાઈસ ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત
Live TV
-
રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં પાણી, વીજળી સહિત ખેડૂતોની પરિસ્થિતિ વધુ પ્રગતિશીલ કરવા વિચારણા કરાઈ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમારે ગાંધીનગરમાં બેઠક યોજી વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી હતી, જેમાં પીવાના પાણી, ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને મહિલા બાળ કલ્યાણ નાગરિક પુરવઠો સહિતની માળખાકીય વિવિધ સુવિધાઓની પરિસ્થિતિ અને કાર્યોમાં પ્રગતિની ચર્ચા કરી હતી. નીતિ આયોગ દેશની યોજનાઓના ભાવિ આયોજન અને તેમાં રાજ્યોની જરૂરિયાતોના સંદર્ભમાં દેશના રાજ્યોની મુલાકાત લઇ પરામર્શ કરે છે.
મુખ્યમંત્રી સાથેની આ બેઠક માં મુખ્યસચિવ ડો.જે.એન.સિંહ,અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. નીતિ આયોગના વાઇસ ચેરમેને ત્યારબાદ મુખ્ય સચિવશ્રી અને સચિવો સાથે પણ વિસ્તૃત બેઠક યોજી હતી.