શંખેશ્વરને યાત્રાધામ તરીકે વિકસાવાશે : વિજય રૂપાણી
Live TV
-
શંખેશ્વરના દર્શનાર્થે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાની વાત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શંખેશ્વરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રી એમ.એન.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની તકતીનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાર્શ્ચનાથ ભક્તિવિહારના 108 જીનાલયના પ્રેરણામૂર્તિ તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજયપ્રેમસુરેશ્વરજી મહારાજની પ્રતિમાની મૂર્તિ પ્રતિષ્ઠાના ત્રિદિવસીય મહોત્સવમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ જીનાલયમાં દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શંખેશ્વર જૈનોનું તીર્થસ્થાન છે. શંખેશ્વર દાદાની કૃપાથી ગુજરાત અડીખમ ગુજરાત છે. ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના કરી છે. શંખેશ્વરને ભવિષ્યમાં યાત્રાધામ તરીકે વિકાસવામાં આવશે.