Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર અને દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે મંજૂર કરાયેલી વધુ બે RTPCR લેબનો પ્રારંભ

Live TV

X
  • નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલની RTPCR લેબ ઉપરાંત હવે ગરૂડેશ્વર અને દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટેની RTPCR લેબની મંજૂરી મળતા ગરૂડેશ્વર સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલની મંજૂર થયેલી RTPCR લેબનો ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પ્રારંભ કરવાની સાથે કાર્યરત કરાઇ છે. આમ, જિલ્લામાં હાલની રાજપીપલા મુખ્ય મથક કોવિડ હોસ્પિટલની RTPCR લેબ ઉપરાંત આ વધુ બે લેબ કાર્યરત થતાં હવે કુલ ત્રણ RTPCR લેબની સુવિધા ઉપલબ્ધ થઈ છે.            

    નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર વખતે નર્મદા જિલ્લામાં એકપણ RTPCR લેબ ન હોવાથી જે તે સમયે સેમ્પલ પરિક્ષણ માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે મોકલતા હતાં. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજપીપલા ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે સરકારશ્રી તરફથી મંજૂર કરાયેલી સૌપ્રથમ RTPCR લેબને કાર્યરત કરાઇ હતી, જેમાં અત્યારસુધી ૧ લાખ ૨૯ હજારથી પણ વધુ RTPCR ટેસ્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજી લહેરની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરકાર તરફથી વધુ બે RTPCR લેબની અપાયેલી મંજૂરી અંતર્ગત વધૂ 2  RTPCR લેબ તૈયાર કરી આ બન્ને લેબ કાર્યરત કરાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply