Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની કરાયેલી આગાહી અંતર્ગત વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.

Live TV

X
  • આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂકાય રહ્યો છે.

    ઘઉં, તુવેર, ચણા ,ધાણા, બાજરી, જેવા પાકોને જો માવઠૂ થાય તો ભારે નુકશાન થઈ શકે છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

    દરમિયાન દીવ મા અચાનક વાતાવરણમાં પલટો આવતા પવનના સૂસવાટા સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાતા વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો. દ્વારકામાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનના પગલે 40થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતાના પગલે ઓખા અને સલાયા બંદર ઉપરના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સંબંધિત તમામ બંદરોને એલર્ટ કરાયા છે.

    છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના ગામડાંઓમાં માવઠું થવાથી મકાઈ સહિતના પાકોને નુકસાનની ભીતિં સેવાઈ રહી છે. દરમિયાન અંબાજીમાં પણ હળવા વરસાદી ઝાપટાંથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
apply