Skip to main content
Settings Settings for Dark

રાજ્ય પોલીસ વડા દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયમોનો કડક અને ચુસ્ત અમલ કરાવવા પોલીસને અપાયા આદેશ.

Live TV

X
  • માસ્ક સહિતની સાવચેતીના પગલા તથા લગ્ન પ્રસંગો સહિતના મેળાવડામાં સરકારની ગાઈડલાઇનનું લોકો સ્વયંભૂ પાલન કરે તેવી લોકોને અપીલ.

    હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંકમણ ઉપર કાબુ લેવા માટે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા બાદ નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાત્રિ કર્ફ્યુમાં વધુ શહેરોને જોડવા સહિતના અનેક પગલાં લેવામાં આવેલ છે. હવે તા.૨૨/૦૧/૨૦૨૨ થી ૨૯/૦૧/૨૦૨૨ સુધી ૮-મોટા શહેર જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર,જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર સહિતના અન્ય ૧૯ શહેરોમા રાત્રીના કલાક ૧૦,૦૦ થી સવાર કલાક ૦૬.૦૦ સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવેલ છે. આ સિવાય રાજ્ય સરકારશ્રી તા. ૨૧/૦૧/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવેલ અન્ય ગાઇડલાઈનના ચુસ્ત અમલ માટે રાજ્યના ડી.જી.પી. આશીષ ભાટિયા દ્રારા આજ રોજ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ એકશન પ્લાનના ચુસ્ત અમલ માંટે સૂચના આપવામાં આવેલ હતી.

    કોરોના સંકમણ અટકાવવા રાજય સરકાર દ્વારા મુકવામાં આવેલ નિયંત્રણો અનુસાર શાકમાર્કેટ,લારી, ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટિંગ સલુન, સ્પા બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ ઉપરોકત મહાનગરો/ શહેરોમાં રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેમજ હોટલ/રેસ્ટોરંટ બેઠકની ૭૫ બેઠક ક્ષમતા સાથે રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમજ હોમ ડાલીવરી ર૪ કલાક ચાલુ રાખી શકશે. રાજય પોલીસ વડા દ્વારા ભીડભાડ વાળી જગ્યાઓએ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેદ્રોલીંગ રાખીને સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. લગ્ન સાટે તેમજ કોઇપણ પ્રકારના ધાર્મિક, સામાજીક કે રાજકીય મેળાવડામાં ખુલ્લામાં ૧પ૦ વ્યકિતઓ, બંધ સ્થળોએ ક્ષમતાના પ૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદા) વ્યક્તિઓ તેમજ અંતિમક્રિયા/દફનવિધિમાં મહત્તમ ૧૦૦ વ્યકિતઓની હાજરી અંગેની ગાઇડલાઈનનું પણ ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ દ્રારા સતત વોચ રાખવામાં આવશે.

    શિક્ષણ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રાખી શકાશે ,તેમજ શાળા કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply