નર્મદા જિલ્લામાં 'નિર્ભયા સ્કવૉડ' શરૂ કરાઈ, છેડતીના કિસ્સા રોકવા પોલીસની પહેલ
Live TV
-
ગામડા માંથી રાજપીપળા શહેરમાં ભણવા આવતી વિધાર્થિનીઓના છેડતીના કિસ્સા વધી રહ્યા છે જેને લઇ નર્મદા પોલીસ પણ સજાગ થઇ છે
નર્મદા જિલ્લાના પછાત અને આદિવાસી વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી છેડતીના કિસ્સા વધી રહ્યા છે. ગામડા માંથી રાજપીપળા શહેરમાં ભણવા આવતી વિધાર્થિનીઓના છેડતીના કિસ્સા વધી રહ્યા છે જેને લઇ નર્મદા પોલીસ પણ સજાગ થઇ છે અને ગુજરાતમાં પ્રથમ વાર નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્ક્વોડ મહિલા અને એન્ટી રોમિયો સ્ક્વોડનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોન્ચિંગ વડોદરાના રેન્જ આઇજી અભય ચુડાસમાએ કર્યું હતું.
આજે નર્મદા જિલ્લામાંથી 100થી વધુ મહિલા પોલીસની પસંદગી કરી તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. જો કે આ નિર્ભયા સ્ક્વોર્ડ મહિલા પોલીસ પડકારને સ્વીકારશે અને રાજપીપળા શહેરમાં દરેક શાળામાં પહેરો ભરશે અને રોમિયોથી વિધાર્થીનીઓની રક્ષા કરશે. મહિલા સ્કવૉડને કાર્યક્રમમાં સુરક્ષા માટે એક સ્કૂટી બાઈક, હેલ્મેટ, વોકીટોકી આપવામાં આવી હતી. જો જરૂર પડશે તો તેમને બંદૂક પણ આપવામાં આવશે.
હવેથી શહેરમાં ફરતા રોમિયો દ્વારા કોઈ વિધાર્થીનીની છેડતી કરતા પકડાશે તો આ નિર્ભયા સ્ક્વોર્ડ મહિલા એન્ટી રોમિયો સ્ક્વોર્ડ તેમની સામે કાયદેસરના પગલાં ભરી જેલ હવાલે કરશે, ત્યારે આ નિર્ભયા સ્ક્વોર્ડ હાલ તો નર્મદા જિલ્લાથી શરૂઆત કરશે.