રાજકોટના આજીડેમમાં ફરીથી નર્મદાનું પાણી અપાતા નહીં પડે પાણીની તકલીફઃ મનપા
Live TV
-
રાજકોટની જીવાદોરી સમા આજી ડેમમાં ફરી એક વખત 'સૌની યોજના' મારફત નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાયું છે
રાજકોટની જીવાદોરી સમા આજી ડેમમાં ફરી એક વખત 'સૌની યોજના' મારફત નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાયું છે, જેના પગલે રાજકોટની જનતાને હવે પીવાના પાણીની તકલીફ નહીં પડે, તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ત્રણ સ્થાનિક જળાશયો, આજીડેમમાં 22 ફૂટ પાણી, ન્યારી-1 ડેમમાં બાર ફૂટ પાણી તથા ભાદર ડેમમાં 18 ફૂટ પાણી છે.
થોડા સમય પહેલા રાજકોટ તાલુકાના સૂર્યા રામપર ગામે સૌની યોજનાની પાઇપ લાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાયું હતું. તે વખતે રિપેરિંગ કામ માટે નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે ત્રણ દિવસની જહેમત બાદ વાલ્વ રીપેર થઇ જતાં ફરીથી
નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શહેરીજનોને પાણીની તકલીફ નહીં પડે તેવો વિશ્વાસ રાજકોટ મનપાના મેયરે આપ્યો હતો.