નર્મદા બંધની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં થયો 13 સે.મી.નો વધારો
Live TV
-
ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર છે. નર્મદા બંધની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 13 સે.મી.નો વધારો થયો છે. હાલ ઉપરવાસમાંથી 8,695 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 105.61 મીટર થઇ છે. જે ગઇકાલે 105.48 મીટર હતી. નર્મદા કેનાલમાં પીવા માટેનું પાણી આઇ.બી.પી.ટી. માંથી બે હજાર નેવ્યાસી ક્યુસેક છોડવામાં આવ્યું હતું. ઇન્દિરા સાગર ડેમના જળ વિદ્યુત મથકો શરૂ કરાતાં ડેમમાં 7 હજાર 678 ક્યુસેક પાણી છોડાતાં આવક વધી છે. હાલ ગુજરાતમાં આ વધારાના પાણીને કારણે પીવાના પાણીની સમસ્યા થોડી ઘણી ઓછી થઇ છે.