નર્મદા સહિત 14 જેટલા જળાશયોમાં પાણીની આવક
Live TV
-
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિતર વરસાદ પડતા સમગ્ર રાજ્ય પાણી પાણી થઇ ગયુ છે. એક મહિના બાદ વરસાદ પડતા રાજ્યના જળાશયોની સ્થિતિમાં પણ સુધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિતર વરસાદ પડતા સમગ્ર રાજ્ય પાણી પાણી થઇ ગયુ છે. એક મહિના બાદ વરસાદ પડતા રાજ્યના જળાશયોની સ્થિતિમાં પણ સુધારો થયો છે. નર્મદા સહિત 14 જેટલા જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યના સૌથી મોટા નર્મદા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને આમ લોકોને ઉનાળામાં પીવાના પાણીમાં રાહત થશે. હાલ નર્મદા ડેમમાં 66.44 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં 96763 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેની સામે 20141 ક્યુસેક પાણીની જાવક છે. રાજ્યના અન્ય ડેમોની વાત કરવામાં આવે તો ઉકાઇ ડેમમાં 47.64 કડાણા ડેમમાં 89.48 વણાકબોર ડેમમાં 99.99 પાણીનો સંગ્રહ થયેલો છે. ધરોઇ ડેમમાં 32.66 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 67% જેટલો ઓછો છે. ગુજરાતનાં કુલ 203 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ આજની તારીખે 18% જેટલો પાણીનો જથ્થો ઓછો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે મોસમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો.
