Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • રાજ્યમાં મેઘરાજાની છેલ્લી ઈનિંગ ચાલી રહી હોય  તેમ છેલ્લા ત્રણેક દિવસથી  રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો

    રાજ્યમાં મેઘરાજાની છેલ્લી ઈનિંગ ચાલી રહી હોય  તેમ છેલ્લા ત્રણેક દિવસથી  રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં  વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. દરમિયાન અરવલ્લીના શામળાજીનો મેશ્વો ડેમ  214.67 ફૂટની સપાટી પર વહી રહ્યો છે. જ્યારે ઉપરવાસમાંથી થઈ રહેલી સતત પાણીની આવકને પગલે  મહિસાગર જિલ્લાના કડાણા ડેમના જળ સ્તર માં  24 કલાકમાં 3.6 ફૂટનો વધારો થતા  ડેમ ની જળ સપાટી  414.7 ફૂટ પર પહોંચી છે. અત્યારે પણ ડેમના ઉપરવાસમાંથી 27985 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીમાં  ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા  ચોવીસ કલાકમાં સપાટી દોઢ મીટર વધીને  127.24 મીટર સુધી પહોંચી છે. દરમિયાન ઉપરવાસમાં આવકના પગલે  તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટી વધીને  318.51 ફૂટ થઈ હતી. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી આગામી પાંચેક દિવસ હળવા વરસાદી ઝાપટાની શક્યતા દર્શાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply