નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષે ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારના સંકેત આપ્યા
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી. આર. પાટીલની નિમણુંક કરી છે. ત્યારે સી. આર. પાટીલે અમારા સંવાદદાતા દેવશી વારોતરીયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બનાવેલા રોડ મેપ પર ચાલશે અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબુત કરશે. તેમજ કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ ભાજપના કાર્યકર્તાઓ લોકો સુધી લઇ જશે તથા આવનારી પેટા ચૂંટણીઓમાં ભાજપ તમામ બેઠકો જીતશે.
મહત્વનું છે કે આ પહેલા આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની કોર કમિટી ની બેઠક મળી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને આ પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સી.આર.પાટીલ, વી.સતીશજી, ભીખુભાઇ દલસાનિયા, જીતુ વાઘાણી, ભરત પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પક્ષ સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
