નવસારીમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરાયું
Live TV
-
'પ્રાકૃતિક ખાઓ અને નિરોગી રહો' સુત્રને સાર્થક કરવા આ કૃષિ બજાર દર સોમવાર અને ગુરુવારે કૃષિ વેચાણ બજારનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના ઉત્પાદનના વેચાણ અર્થે કૃષિ બજારો શરૂ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વહીવટી તંત્રને આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આજ રોજ નવસારી શહેરના જુનાથાણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ખાદ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓના મુખ્ય કારણ પૈકીનો એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે, જે માનવ શરીરે માટે ખૂબ જ નુકશાનકારક છે. ત્યારે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખાતર આધારિત ખેતીનો સુયોગ્ય વિકલ્પ બનીને ઉભરી આવી છે. જેને લઈને પ્રાકૃતિક ખેતીનો વિચાર મહત્તમ લોકો સુધી પહોંચે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુકત શાકભાજી, ફળો, પ્રાકૃતિક ગોળ, મધ તેમજ કૃષિ વેચાણ બજારનો શુભારંભ નવસારી જૂની કલેકટર કચેરીના મુખ્ય ગેટ પાસે જુનાથાણા ખાતે કરવામાં આવ્યો છે.
'પ્રાકૃતિક ખાઓ અને નિરોગી રહો' સુત્રને સાર્થક કરવા આ કૃષિ બજાર દર સોમવાર અને ગુરુવારે કૃષિ વેચાણ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણમાં ખેડૂતોએ શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, મધ વગેરે ઉપજો વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સાથે અધિકારીઓ-પદાધિકારીઑ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.