Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓએ 'માનવ સાંકળ' રચીને આપ્યો સ્વચ્છતા સંદેશ

Live TV

X
  • પ્રધાનમંત્રી "સુરત ડાયમંડ બુર્સ"નું લોકાર્પણ કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 17 ડિસેમ્બરના રોજ વિશ્વમાં હીરાનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર, "સુરત ડાયમંડ બુર્સ"નું લોકાર્પણ કરશે,  જેના દ્વારા સુરતમાં હીરાની સાથે દાગીના ઉત્પાદનની નવી દિશા ખુલશે.

    સુરતમાં પ્રધાનમંત્રીના આગમનને પગલે સુરત પોલીસ મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગ દ્વારા એક અનાખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઈ અનોખી 'માનવ સાંકળ' રચીને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરત શહેરની મુલાકાતને અનુલક્ષીને તેમના સ્વાગત માટે સ્વચ્છતાનો સંદેશ આપવાનો આ પ્રયાસ છે. બાળકોએ પ્લે કાર્ડ સાથે ક્લીન, ગ્રીન અને ફિટ સિટીનો સંદેશ આપ્યો હતો.

    43 શાળાઓમાંથી આશરે 22 હજાર અને 22 કોલેજો મળી 3000થી વધુ બાળકો સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો  સંદેશો આપ્યો હતો. સવારે 07 થી 09 વાગ્યા દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના 15 કિ.મીના વિસ્તારમાં કુલ 30 બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply