Skip to main content
Settings Settings for Dark

મહાત્મા મંદિર ખાતે પ્રી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત લિવેબલ સીટીઝ ઓફ ટૂમોરો પર સેમિનારનું આયોજન

Live TV

X
  • આ સેમિનાર અંતર્ગત ગુજરાતના આઈકોનિક બિલ્ડિંગ સંદર્ભે MOU થશે.

    ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત લિવેબલ સીટીઝ ઓફ ટૂમોરો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારંભમાં જવાના હોવાથી સેમિનારમાં બપોર પછી ઉપસ્થિત  રહેશે. આ સેમિનાર અંતર્ગત ગુજરાતના આઈકોનિક બિલ્ડિંગ સંદર્ભે MOU થશે.

    આ પરિસંવાદ દરમિયાન ફાયર NOCને લઈને રાજ્યમાં નવી શરૂઆત થશે. ફાયર NOCની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. ટેકનિકલ સેશનમાં ફાયર સેફ્ટી સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.  ગિફ્ટ સિટીનો વિસ્તૃત વિસ્તારનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટનું  અહીં અનાવરણ થશે. આ સેમિનારમાં 800થી વધુ વૈશ્વિક સહભાગીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં બનનારા સાત આઈકોનિક બિલ્ડિંગના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આઈકોનિક બિલ્ડિંગના રૂપિયા 4,000 કરોડના MOU કરવામાં આવશે. સાત આઈકોનિક બિલ્ડિંગ 100 મીટરથી વધુ ઉંચુ હશે.

    આ સમિટનો ઉદ્દેશ્ય શહેરોની લિવેબિલિટી (રહેવાની યોગ્યતા)માં વધારો કરતી સંસ્થાઓના 15 પેનલિસ્ટ સહિત લગભગ 800 વૈશ્વિક સહભાગીઓ સાથે શહેરો અને ઈનોવેટર્સ માટે તેમના કાર્યને પ્રદર્શિત કરવાનો છે. ત્રણ સત્રની આ સમિટમાં રહેવા યોગ્ય શહેરોની ડિઝાઇનથી માંડીને ટકાઉ ફાઇનાન્સિંગ સાધનો, ડિજિટલાઇઝેશન, રહેવાની યોગ્યતાને માપવી અને રોકાણ કરી શકાય તેવા શહેરો જેવા કોર કોન્સેપ્ટ્સનો અમલ કરવા સુધીના વિષયોને આવરી લેવામાં આવશે.

     “GujFireSafetyCoP” (ગુજફાયર સેફ્ટીકોપ) જેવા એક આધુનિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ફાયર સેફ્ટી ઇ-પોર્ટલનું લોન્ચિંગ, ગિફ્ટ સિટી વિસ્તૃત વિસ્તારના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ અને માનનીય મુખ્યમંત્રી દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ વાટાઘાટો, દૂરંદેશી શહેરી આયોજન પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાને વધુ રેખાંકિત કરશે. એક્ઝિબિશનમાં ગુજરાત અને યુનિસેફ, ICLEI, AIILSG જેવી સંસ્થાઓના કોર્પોરેશન્સને ફીચર કરવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply