Skip to main content
Settings Settings for Dark

16થી 18 ડિસેમ્બર દરમિયાન નર્મદાના એકતા નગરમાં 'વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન-2023'

Live TV

X
  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રિ-ઇવેન્ટ તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શન-2023 યોજાઈ રહ્યું છે. ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટુરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમમાં ATOAI તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને 'લિવ નો ટ્રેસ' અભિગમને પ્રમોટ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પેમા ખંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે...

    પ્રવાસન સચિવ, હારીત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,'એડવેન્ચર ટુરીઝમ વૈશ્વિક GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને તે સૌથી મોટા વિશિષ્ટ બજાર તરીકે ઓળખાય છે. ATOAIના સહયોગથી, અમે ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમને એક્સ્પ્લોર કરીશું અને સમગ્ર ગુજરાતમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારો ઉદ્દેશ આગામી 2થી 3 વર્ષમાં રાજ્યને એક મુખ્ય એડવેન્ચર ટુરીઝમ ડેસ્નિટેશન તરીકે સ્થાપિત કરવાનો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારત, તેના વૈવિધ્યસભર લેન્ડસ્કેપના લીધે, એડવેન્ચર ટુરિઝમમાં વૈશ્વિક લીડર બનવાની અપાર સંભાવનાઓ ધરાવે છે કારણ કે 2022માં ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરે વૈશ્વિક જીડીપીમાં 7%થી વધુ ફાળો આપ્યો હતો. આ ક્ષેત્ર વાર્ષિક 6-7%ના દરે વૃદ્ધિની સાથે 2047 સુધીમાં $25-30 ટ્રિલિયન સુધી પહોંચવાની સંભાવના છે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply