નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ભુસ્તર શાસ્ત્રી સહિતની ટીમે દરોડા પાડ્યા
Live TV
-
રાજ્યમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે વધુ એક ઘટના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી સામે આવી છે.
રાજ્યમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે વધુ એક ઘટના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી સામે આવી છે.જલાલપોરના સુલતાનપુર ગામે ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની માહિતી મળતા પ્રાંત અધિકારી નેહાસિંહ અને ભુસ્તર શાસ્ત્રી સહિતની ટીમે દરોડા પાડ્યા હતા.જેમાં ખનન સ્થળેથી 13 જેટલા વાહનો કબ્જે કરાયા હતા.અને ખનન માફીયાઓ સામે કાયદેસરની કાર્યાવાહી હાથ ધરાઈ હતી.બીજી તરફ દરોડાની કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
