Skip to main content
Settings Settings for Dark

15 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં ઈ-મૅમૉ ફરજીયાત, રાજકોટમાં 550 CCTV કૅમેરાથી બાઝ નજર

Live TV

X
  • રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ઈ-ચલણને લઈને પોલીસ સતર્ક બની છે. આગામી 15 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં ઈ-મેમો ફરજીયાત કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં 550થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

    લોકોને ટ્રાફિક નિયમનનું ભાન કરાવવા માટે રાજકોટમાં સ્પેશિયલ સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ અધિકારીઓ લોકો પર તીસરી આંખ દ્વારા વોચ રાખશે. કોઈપણ વ્યક્તિ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાશે તો ફોટા સહિતનો ઈ-મેમો તેના ઘરના સરનામે પહોંચી જશે.

    રાજકોટ શેહરના માર્ગો પર આપ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જશો અથવા ચાલુ ગાડીમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય તથા ત્રિપલ સવારી વાહન ચલાવતા હશો તો આપની નંબર પ્લેટ સાથેનો ફોટો સીસીટીવી કંટ્રોલ રૂમમાં ક્લિક થઈ જશે અને એ ફોટો સાથેનો ઈ-મેમો નિયમ મુજબના દંડ સાથે તમારા સરનામે પહોંચી જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply