Skip to main content
Settings Settings for Dark

પાણી ચોરી કર્યું તો 30,000 રૂપિયાનો થશે દંડ, આજી ડેમમાં 24 ટીમનો પહેરો

Live TV

X
  • સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનામાંથી પાણીની ચોરી અટકાવવા અલગ અલગ 24 ટીમોની કરાઈ રચના- પ્રથમ દિવસે જ 15 જગ્યાએથી ઝડપાઈ પાણીની ચોરી-રાજકોટ કોર્પોરેશને વસૂલ્યો રૂપિયા 30 હજારનો દંડ - મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ RMC કમિશનરને કર્યું હતું સુચન.

    ઉનાળાનો આરંભ થતા પાણીની સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે રાજકોટની જનતાને પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફતે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ખાતે નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. તેની રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરી હતી અને રાજકોટ મનપાના કમિશ્નરને પાણી ચોરી અટકાવવા સૂચન કર્યું હતું. જેને લઇને મનપા કમિશ્નર દ્વારા ૧૨૬ અધિકારીઓ તેમજ એન્જીનીયરોની વિવિધ ૨૪ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ૩૧ જુલાઈ સુધી દરરોજ શહેરના તમામ ૧૮ વોર્ડમાં પાણી ચોરી ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં થતી પાણી ચોરી અટકાવવા આ પ્રકારની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. તેમાં શહેરના તમામ વોર્ડમાં પાણીની ચોરી ઝડપી પાડવા કમિશ્નર દ્વારા અપાયેલી સૂચના અંતર્ગત ચેકિંગ દરમિયાન પ્રથમ દિવસે ૧૫ જેટલી પાણી ચોરી ઝડપી પાડી કુલ રૂ. ૩૦ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply