કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા, હળવદમાં વીજળી પડવાથી 2ના મોત
Live TV
-
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો, ક્યાંક ગરમી તો ક્યાં વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. કચ્છ અને પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. કચ્છના જુદા-જુદા વિસ્તારમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ભુજ-માંડવી હાઇવે પર વરસાદને કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોરાજી-ઉપલેટા સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠાથી હરાજીનો માલ પણ પલડી ગયો હતો. મોરબી જિલ્લાના હળવદમાં વિજળી પડવાથી બેના મોત નીપજ્યાના અહેવાલ છે.
તો આ બાજુ પાટણ જિલ્લામાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. રાધનપુરમાં એકા-એક વાતાવરણમાં પલટો આવતા વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ વરસાદી માહોલ સર્જાયો હતો. રાધનપુર માર્કેટમાં ખેતપેદાશ વેચાણ અર્થે લાવેલા ખેડૂતોની ઉપજ પલડી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.