રાજ્યના ચાર મહાનગરમાં કોંગ્રેસ હવે બે શહેર પ્રમુખની નિમણૂક કરશે
Live TV
-
રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં કોંગ્રેસના બે શહેર પ્રમુખ હશે. શહેરના બંને પ્રમુખને કોંગ્રેસ અલગ-અલગ કામગીરી સોંપશે. કોંગ્રેસ 8 મહાનગરમાં પોતાને મજબૂત બનાવવા માટે આંદોલનાત્મક, સંગઠાત્મક કામગીરી કરશે.
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારનો સીલસીલો છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો હતો, જે અંતર્ગત હવે કોંગ્રસ મોવડી મંડળે ગુજરાતના ચાર મહાનગરોમાં કોંગ્રેસને મજબૂત બનાવવા નવો ઉપાય શોધ્યો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે, રાજ્યના ચાર મહાનગરોમાં બે શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ મોવડી મંડળે રાજ્યના ચાર મહાનગરોમાં કોંગ્રેસને મજબૂત બનાવવા હવે શહેરને બે ઝોનમાં વહેંચવામાં આવશે. 4 મહાનગરોમાં હવે 1 નહીં પરંતુ બે શહેર પ્રમુખ રહેશે. જે પોતાના ઝોનમાં સંગઠનેન મજબૂત કરવાની કામગીરી કરશે. એક ઝોનમાં એક પ્રમુખ એમ શહેરમાં કુલ બે કોંગ્રેસ શહેર પ્રમુખ હશે.