ભાર વિનાનું ભણતર : ગણિત વિષય સરળ બનાવવા કમિટીની રચના
Live TV
-
વિદ્યાર્થીઓ ગણિત વિષય હસતા રમતા ભણી શકે તે માટે NCRTનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકારે સ્કૂલના બાળકોની ગણિત વિષય ભણવામાં બીક દૂર કરવા અને અભ્યાસક્રમ રોચક બનાવવા ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં એક કમિટિની રચના કરવામાં આવી છે. માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, NCRTની વાર્ષિક સભાની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. એક સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે, વિદ્યાર્થીઓના મનમાં ગણિતને લઈને બીક હોય છે. આ સમિતિ ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ આપશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનીકમિટી ઘડશે સરળ અભ્યાસક્રમ. વિદ્યાર્થીઓ ગણિત વિષય હસતા રમતા ભણી શકે તે માટે NCRTનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.