વિપક્ષી પાર્ટીઓના હંગામાના વિરોધમાં CM રૂપાણીના CMO ઓફિસમાં ઉપવાસ
Live TV
-
સંસદમાં વિપક્ષી પાર્ટીઓના હંગામાના વિરોધમાં મુખ્યમંત્રી CMO ઓફિસમાં ઉપવાસ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી રૂપાણી પોતાના સરકારી કામકાજને ચાલુ રાખી ઉપવાસમાં જાડાયા છે.
સંસદમાં વિપક્ષી પાર્ટીઓના હંગામાના વિરોધમાં મુખ્યમંત્રી CMO ઓફિસમાં ઉપવાસ કરશે. મુખ્યમંત્રી રૂપાણી પોતાના સરકારી કામકાજને ચાલુ રાખી ઉપવાસમાં જોડાયા છે. અમદાવાદ ખાતે સાંસદ કિરીટભાઇ સોલંકી સહિત નેતાઓ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરામાં, પ્રદિપસિંહ જાડેજા સુરતમાં, આરસી ફળદુ જામનગરમાં, શંકરભાઈ ચૌધરી રાજકોટમાં ઉપવાસમાં જોડાયા છે. આ સાથે જ સાંસદો પોતાના મતવિસ્તારમાં જ્યારે ધારાસભ્યો અને સંગઠનના સભ્યો જિલ્લા સ્તરે પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સંસદમાં બજેટ સત્રની કાર્યવાહી નહીં ચાલવા દેવાનો ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે અને પ્રજાને જાણ થાય તે હેતુથી સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં કરવામાં આવ્યું છે.