Skip to main content
Settings Settings for Dark

નવસારી રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતા ટ્રેકમેનની સતર્કતાથી મોટી ટ્રેન હોનારત ટળી

Live TV

X
  • નવસારી નજીક અંબિકા નદી પાસે રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થયા બાદ ટ્રેક મેનની સતર્કતાને કારણે મોટી ટ્રેન હોનારત ટાળી શકાઈ હતી.

    ઘટના બિલિમોરા નજીક દેવધા પાસે સર્જાઈ હતી. જયપુર-અજમેરથી બાન્દ્રા જતી ટ્રેન પસાર થવાના થોડા સમય પહેલા જ ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો હોવાની ટ્રેકમેનને જાણ થઈ હતી. સજાગ ટ્રેકમેને તત્કાળ 400 મીટર દોડીને લાલ કપડું દર્શાવી ટ્રેનને થોભાવી હતી. સતર્ક મુથ્થુસ્વામી નામના ટ્રેકમેનને કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સેંકડો પ્રવાસીઓનો જીવ બચ્યો હતો. જો ટ્રેનને અટકાવવામાં આવી નહોત તો ટ્રેન અંબિકા નદીમાં ખાબકે એવી આશંકા હતી. ઘટના બાદ ક્ષતિગ્રસ્ત રેલવે ટ્રેકનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply