Skip to main content
Settings Settings for Dark

નડિયાદ ખાતે નૃત્ય તાલીમ શિબિરનો પ્રારંભ 

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ગુજરાતની દીકરીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ફલક પર ચમકે માટે તાલીમ શિબિરો જરૂરી છે. 

    ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને મહાકાળી પર્ફોર્મિંગ આર્ટ્સના ઉપક્રમે શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર અને પરંપરાગત નૃત્ય તાલીમ શિબિર આજે નડિયાદ ખાતે શરુ કરવામાં આવી. રાજ્યકક્ષાની આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી 80 જેટલી પસંદ થયેલી વિદ્યાર્થિનીઓ ભાગ લેવા આવી પહોંચી છે. 

    આ બધી જ વિદ્યાર્થનીઓ ભરતનાટ્યમ, કથક નૃત્યમાં વિશારદ થયેલી છે. તેઓને પ્રશિક્ષણ આપશે નૃત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા 2016-17 ના વર્ષનું ગૌરવ પુરસ્કાર વિજેતા નિયતિ બેન દવે જ્યારે કથક નૃત્યમાં નીલિમા બેન ઠાકર પ્રશિક્ષણ આપશે. શિબિરનું ઉદઘાટન કરતા શ્રી સંતરામ મંદિર નડીયાદના નિર્ગુણદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે અકાદમીના ચેરમેન શ્રી પંકજ ભટ્ટે જણાવ્યું કે શ્રી સંતરામ મંદિરના પવિત્ર વાતાવરણમાં વિદ્યાર્થીનીઓનું સંસ્કારનું સિંચન થશે. 

    અકાદમીના સભ્ય સચિવ શ્રી જે.એમ ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું કે તત્કાલીન માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે ગુજરાતની દીકરીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ફલક પર ચમકે માટે તાલીમ શિબિરો જરૂરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply