ગુજરાત સ્ટેટ વેર હાઉસ વિભાગ ફરીથી વિવાદમાં
Live TV
-
જે ગુજરાત સ્ટેટ વેર હાઉસની આગેવાનીમાં આ જથ્થો રખાયો હતો. જ્યારે નાફેડ અને વેર હાઉસના અધિકારીઓ આ જથ્થો પરત લેવા આવ્યા હતા
ગુજરાત સ્ટેટ વેર હાઉસ વિભાગ ફરી વિવાદોમાં સપડાયો છે. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી, ગોડાઉન માલિકે પરત ન આપતા નાફેડ અને વેર હાઉસના અધિકારીયોએ ગોડાઉનના તાળા તોડી મગફળીનો જથ્થો બહાર કાઢ્યો. ઉના તાલુકાનાં વડવિયાળા ગામે આવેલા પંકજભાઈ નામના વ્યક્તિનાં ગોડાઉનમાં ડિસેમ્બર 2017માં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની 30 હજાર જેટલી ગુણોનો જથ્થો રાખવામાં આવ્યો હતો.
જે ગુજરાત સ્ટેટ વેર હાઉસની આગેવાનીમાં આ જથ્થો રખાયો હતો. જ્યારે નાફેડ અને વેર હાઉસના અધિકારીઓ આ જથ્થો પરત લેવા આવ્યા હતા, ત્યારે ગોડાઉન માલિકે મગફળીનો જથ્થો પરત આપવાની ના પાડી દીધી હતી અને તમામ ગોડાઉનો પર પોતાનાં તાળા મારી દિધા હતા. ત્યારે નાફેડ અને વેર હાઉસના અધિકારીયોએ ઉના પોલીસ તથા નાયબ કલેકટરની મદદ લઇ તાળા તોડી મગફળીનો જથ્થો બહાર કાઢ્યો હતો.
ગોડાઉન માલિકનું કહેવું છે કે 12 ડિસેમ્બર 2017ના રોજ અમારૂ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનું ભાડું સ્કવેર ફૂટે સાડા સાત રૂપિયા નક્કી કરાયું હતું અને 30 હજાર જેટલી ગુણીનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો. પરંતુ 7 મહિના વીત્યા છતાં ગુજરાત વેર હાઉસે એક રૂપિયો પણ ભાડું ચુકાવ્યું નથી અને ઉલટાનું જે ભાડું નક્કી કરાયુ હતું તેમાં દોઢ રૂપિયો કટ કરી 6 રૂપિયા ચૂકવવાનું કહે છે. જેથી અમે મગફળીનો જથ્થો લઇ જતો અટકાવીએ છીએ અને ગોડાઉને તાળા મારી દીધા છે. અગર જરૂર પડશે તો અમે હાઇકોર્ટ ના દરવાજા ખટખટાવીશું.
