નવસારી સહિત દ.ગુજરાતમાં બે દિવસથી છુટોછવાયો વરસાદ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી છુટાછવાયા વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી છુટાછવાયા વરસાદ વરસી રહ્યો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં આજ સવારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. નવસારી –જલાલપોર તાલુકામાં સવારે એક ઈંચથી વધુ વરસાદ ઝીકાયો છે. નવસારી જીલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. નવસારી-વિજલપોર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નવસારી શહેરનાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરતા જનજીવન પર માઢી અસરજોવા મળી છે.
